રજવાડી લગ્નની વૈભવી કંકોત્રી

રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના લગ્નમાં રજવાડી કંકોત્રીની કિંમત 7 હજાર રુપિયા છે.

4 કિલો 280 ગ્રામની આ કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની ઝાંખી દર્શાવવામાં આવી છે.

સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલના પુત્ર જયના લગ્ન રાજસ્થાનના જોધપુર મુકામે ઉમેદભવન પેલેસ ખાતે યોજાશે.

કંકોત્રીમાં પહેલા શ્રીનાથજીના દર્શન થાય છે. સાથોસાથ કાજુ, બદામ, કિશમીશ અને ચોકલેટ પણ રાખવામાં આવી છે.

જયના લગ્ન મોરબીની વિખ્યાત આજવીટો ટાઇલ્સવાળા અરવિંદભાઇ પટેલની પુત્રી હિમાંશી સાથે થઇ રહ્યા છે.

આ ભવ્ય લગ્ન પ્રસંગ માટે રાજકોટથી ૩ ચાર્ટડ પ્લેનમાં જાનનું પ્રયાણ થવાનું હતું .

ઉધોગપતિ સેસા ઓઇલ બ્રાન્ડના પ્રણેતા મૌલેશ ઉકાણીના પુત્રના લગ્ન ઉમેદભવન પેલેસમાં યોજાઈ રહ્યા છે.