શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તારીખ

09 July, 2025

શ્રાવણ 11 જુલાઈ, શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનો ભોલેનાથની પૂજા માટે શ્રેષ્ઠ મહિનો છે.

2025 માં શ્રાવણ મહિનાના પહેલા સોમવારનો ઉપવાસ 14 જુલાઈ, 2025ના રોજ રાખવામાં આવશે.

ગુજરાતમાં શ્રાવણ માસ 25 જુલાઇ થી શરૂ થાય છે . જેનો પહેલો સોમવાર 28 જુલાઇના રોજ છે.. 

હિંદુ ધર્મમાં આ દિવસનું વિશેષ મહત્વ છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારે ઉપવાસ રાખે છે. એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે ઉપવાસ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે.

આ દિવસે બ્રહ્મ મુહૂર્ત 4.26 મિનિટથી 5.04 મિનિટ સુધી રહેશે. આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11.59 થી 12.54 મિનિટ સુધી રહેશે. જ્યારે 28 તારીખે ગુજરાતમાં અભિજીત મુહૂર્ત 12:20 PM to 01:13 PM વાગ્યે છે. 

આ દિવસે રાહુ કાળનો સમય સવારે 07:15 થી 08:59 સુધી રહેશે, આ સમય દરમિયાન પૂજા વગેરે જેવા શુભ કાર્ય ન કરો.

આ દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી ભોલેનાથની પૂજા કરો. સવારે ઉઠીને ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો અને ભોલેનાથના મંદિરમાં જઈને તેમને જલાભિષેક કરો.