ઠંડુ,ગરમ કે નોર્મલ.. દાઢી કરવા કેવા પાણીનો ઉપયોગ કરવો જોઈએ?   

31 જાન્યુઆરી, 2025

યોગ્ય પાણી પસંદ કરવાથી તમારા શેવિંગ કરવાના અનુભવમાં સુધારો થઈ શકે છે.

દાઢી કરવા પહેલા એક જ સવાલ મગજમાં આવે છે કે, શેવિંગ માટે યોગ્ય પાણી - ગરમ, ઠંડુ કે નોર્મલ.

ઠંડુ પાણી શેવિંગ પછી વાપરવા માટે સારું, તે ત્વચાને ઠંડુ પાડે છે અને છિદ્રો બંધ કરે છે.

જો હુંફાળું પાણી ઉપલબ્ધ ન હોય, તો નોર્મલ પાણીથી પણ શેવિંગ કરી શકાય છે, પરંતુ તે એટલું અસરકારક નથી.

શેવિંગ માટે શ્રેષ્ઠ છે કારણ કે તે વાળને નરમ બનાવે છે અને ત્વચાના છિદ્રો ખોલે છે.

શ્રેષ્ઠ શેવિંગ ટિપ્સની વાત કરવામાં આવે તો શેવિંગ કરતા પહેલા ચહેરો ધોઈ લો, સારી ગુણવત્તાવાળા રેઝર અને શેવિંગ ક્રીમનો ઉપયોગ કરવો જરૂરી છે.

બાદમાં હૂંફાળા પાણીથી શેવિંગ કરવાથી ત્વચાની બળતરા ઓછી થાય છે અને શેવિંગ વધુ સરળ અને આરામદાયક બને છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની  જાણકારી માટે છે.)