શેરબજાર બંધ થયા બાદ અદાણી ગ્રુપની એક કંપની વિશે મોટા સમાચાર આવ્યા છે. 

08 September 2023

અદાણી ગ્રુપની કંપનીના જોઈન્ટ વેન્ચર અંગેના સમાચાર છે.

આ સમાચારની અસર સોમવારે શેર પર જોવા મળી શકે છે.

અદાણી ગ્રુપની કંપની અદાણી એન્ટરપ્રાઇઝે સિંગાપોરની સબસિડિયરી કંપની સાથે સંયુક્ત સાહસ કર્યું છે.

અદાણી એન્ટરપ્રાઇઝિસ સાથે સિંગાપોરની પેટાકંપની KOWA HOLDINGS ASIA સાથે JV કરવામાં આવ્યું છે.

ગ્રીન એમોનિયા, હાઇડ્રોજનના વેચાણ માટે આ સંયુક્ત સાહસ બંને કંપનીઓ વચ્ચે થયું છે.

એક જૂથ તરીકે, KOWA કંપની લિમિટેડ ફાર્માસ્યુટિકલ્સ, તબીબી સાધનો અને ઊર્જા બચત ઉત્પાદનોના ઉત્પાદન અને વેચાણમાં રોકાયેલ છે.

આ ઉપરાંત તે ટેક્સટાઈલ, મશીનરી અને કન્સ્ટ્રક્શન મટીરીયલના વ્યવસાય ઉપરાંત જુદા જુદા વ્યવસાયમાં પણ જોડાયેલ છે.

અદાણી એન્ટરપ્રાઇઝના શેરની વાત કરીએ તો બજાર બંધ થયા બાદ તેની કિંમત 2519 રૂપિયા હતી. 

પોઈન્ટ્સની વાત કરીએ તો આ સ્ટોક 9.50 પોઈન્ટ વધીને બંધ થયો છે.

શહનાઝ ગિલ જેવી ચમકતી ત્વચા મેળવવા માટે આ ટિપ્સ અનુસરો