જુલાઈમાં શનિ થશે વક્રી ,આ 5 ગ્રહો પણ બદલશે પોતાની ચાલ,આ 4 રાશિઓનું ખુલી જશે ભાગ્ય

30 June, 2025

ગ્રહોની ચાલની દ્રષ્ટિએ જુલાઈ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનામાં 5 મોટા ગ્રહોની ચાલ બદલાશે.

16 જુલાઈએ સૂર્ય કર્ક રાશિમાં ગોચર કરશે. 18 જુલાઈએ બુધ કર્ક રાશિમાં વક્રી થશે. એટલે કે બુધનું વક્રી ગોચર ચાલુ થશે.

દેવગુરુ ગુરુ 9 જુલાઈએ મિથુન રાશિમાં ઉદય કરશે.આ પછી 26 જુલાઈએ શુક્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

ન્યાય દેવતા શનિ 13 જુલાઈએ મીન રાશિમાં વક્રી થશે અને 138 દિવસ સુધી આ સ્થિતિમાં રહેશે.

આ પછી, 28 જુલાઈએ મંગળ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, ગ્રહોની આ ચાલથી 4 રાશિઓને ફાયદો થશે.

મેષ રાશિ - વ્યાવસાયિક જીવનમાં સારા ફેરફારો થશે. લાંબા સમયથી અટકેલા અથવા બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. બાળકો તરફથી સારા સમાચાર પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ - વ્યવસાયિક નફામાં વધારો થશે. કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે. નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન રાશિ- તમને જમીન, મિલકત કે વાહનનું સુખ મળી શકે છે. સ્થાવર મિલકત સંબંધિત બાબતોમાં તમને લાભ મળી શકે છે. પ્રેમ જીવન સારું રહેશે.

કન્યા રાશિ- તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે. ખર્ચમાં ઘટાડો થશે અને પૈસા સરળતાથી બચશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે.