અંબાણીથી લઈને અમિતાભ બચ્ચન સુધી... કોણ છે 'પ્રાઇવેટ જેટ'નો બાદશાહ?
02 September 2025
ભારતના અબજોપતિ અને સ્ટાર્સની શાહી લાઇફસ્ટાઇલ તેમના પ્રાઇવેટ જેટમાં દેખાઈ આવે છે.
આ જેટની કિંમત કરોડો રૂપિયાથી લઈને 1 હજાર કરોડ રૂપિયા સુધીની હોય છે.
એવામાં ચાલો જાણીએ કે, કયા ઉદ્યોગપતિ અને સેલિબ્રિટી પાસે કયું જેટ છે અને તેની વિશેષતા શું છે.
મુકેશ અંબાણીનું બોઇંગ '737 MAX 9' ભારતનું સૌથી મોંઘુ જેટ છે, જેની કિંમત લગભગ 1,000 કરોડ રૂપિયા છે.
લગભગ 1 હજાર કરોડ રૂપિયાની કિંમતનું આ જેટ માસ્ટર બેડરૂમ, કોન્ફરન્સ રૂમ, હાઇ-ટેક કિચન અને મલ્ટી-ક્યુઝિન ડાઇનિંગ એરિયા જેવી સુવિધાઓ ધરાવે છે.
આ જેટ એક સમયે 11,770 કિમી સુધી ઉડી શકે છે અને તેમાં 25 લોકો આરામથી મુસાફરી કરી શકે છે.
ગૌતમ અદાણી 'એમ્બ્રેર લેગસી 650'ના માલિક છે. લગભગ 215 કરોડ રૂપિયાની કિંમતનું આ જેટ 14 મુસાફરો સાથે 7,200 કિમી સુધી નોનસ્ટોપ ઉડી શકે છે. આમાં થ્રી-ઝોન કેબિન અને લક્ઝરી સિટિંગ જેવી સુવિધાઓ છે.
ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા 'ડેસોલ્ટ ફાલ્કન 2000'માં મુસાફરી કરતા હતા. લગભગ 180 કરોડ રૂપિયાની કિંમતનું આ જેટ 10 મુસાફરોને લઈ જઈ શકે છે અને 6000 કિમીની રેન્જ માટે પ્રખ્યાત છે.
સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે, રતન ટાટાના નિધન બાદ ‘ડેસોલ્ટ ફાલ્કન 2000’નો ઉપયોગ ટાટા ગ્રુપ પોતાની એર ચાર્ટર કંપની 'TajAir' મારફતે કરે છે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલા 'ગલ્ફસ્ટ્રીમ G100'ના માલિક છે. આ જેટની કિંમત લગભગ 90 કરોડ રૂપિયા છે અને તે 7 મુસાફરોને લઈ જઈ શકે છે. બીજું કે, તે 4,473 કિમી સુધીનું અંતર કાપી શકે છે.
સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન 'બોમ્બાર્ડિયર ચેલેન્જર 300' ધરાવે છે, જેની કિંમત લગભગ 260 કરોડ રૂપિયા છે.
આ 10-સીટર જેટ 5,700 કિમીની રેન્જ ધરાવે છે અને તેને બિઝનેસ તેમજ વ્યક્તિગત મુસાફરી બંને માટે યોગ્ય વિકલ્પ માનવામાં આવે છે.