જો તમારો પાર્ટનર તમારાથી કંટાળી ગયો હોય તો આ રીતે ઓળખો

30 DEC 2023

Pic credit - Freepik

પ્રેમ અને સમજણ સાથે કોઈપણ સંબંધમાં ઉત્સાહ પણ જરૂરી છે, નહીં તો રિલેશનશિપ બોરિંગ બની જાય છે.

પ્રેમ અને ઉત્સાહ

આખી જીંદગી એક વ્યક્તિ સાથે જીવવા માટે યોગ્ય રીતે સંબંધ પણ મેનેજ થવો જરૂરી છે. તો જ લાઈફમાં બેલેન્સ રહે છે

સંબંધને કરો મેનેજ

ક્યારેક કોઈ કારણ વગર રિલેશનશિપમાં અંતર દેખાવા લાગે છે, તેનો અર્થ એ છે કે પાર્ટનર કંટાળી ગયો છે અને તેને થોડી સ્પેસ આપવાની જરૂર છે.

રિલેશનશિપમાં સ્પેસ

જો કેટલાક સંકેતો ઓળખવામાં આવે તો તમે સંબંધને બચાવી શકો છો અથવા ભવિષ્ય માટે તમારી જાતને તૈયાર કરી શકો છો.

ઓળખવું જરૂરી છે

હમ્મ, ઓકે જેવા જવાબો ચેટમાં સામાન્ય હોઈ શકે છે, પરંતુ જ્યારે તમારા પાર્ટનર સાથે રોજિંદી વાતચીત આ રીતે થવા લાગે, તો ચોક્કસ ધ્યાન આપો.

હા અને ના માં જવાબ આપવો

કપલો એકબીજાને મળવા માટે ઉત્સાહિત હોય છે. જ્યારે તમારો પાર્ટનર કોઈ રસ બતાવતો નથી અથવા બહાનું કાઢે છે, તો સમજો કે તેને સ્પેસ જોઈએ છે.

બહાનું બનાવવું

સંબંધોમાં ઘણી બોલાચાલી થાય છે, પરંતુ જ્યારે પ્રેમભરી વાતો ઓછી અને દલીલો વધુ હોય ત્યારે સંબંધોને મેનેજ કરવાની જરૂર પડે છે.

દલીલો વધુ થવા લાગે છે

લાઈફપાર્ટનર ભવિષ્ય વિશે કોઈ પ્લાન કરે ત્યારે તમારો ઉલ્લેખ ન કરે અથવા તમારા અભાવની લાગણી તેના શબ્દોમાં પ્રતિબિંબિત ન થાય, તો ધ્યાન આપવું જરૂરી છે.

કમી વર્તાતી નથી

શિયાળામાં રોજ એક ચમચી મધ ખાઓ, ચરબીને કહો બાય બાય