જો પતિ-પત્ની ઘરની દરેક વાત સાથે મળીને મેનેજ કરે તો સંબંધ પણ મજબૂત રહે, સાથે કામ કરવા માટે કેટલીક ટ્રીક અપનાવો

પત્નીઓ વારંવાર ફરિયાદ કરે છે કે પતિ ઘરના કામમાં મદદ કરતા નથી, પરંતુ વારંવાર ફરિયાદ ન કરો તેનાથી વાત વધારે મોટી થાય છે

જો ઘરમાં ઘણું કામ હોય ત્યારે મદદ ન માગવી તે ભૂલ છે. પતિને પ્રેમથી કહો કે તમારે મદદની જરૂર છે તો તે ના પણ પાડી શકશે નહીં

તમારા પતિને ભારે કામ ન આપો, પરંતુ તેને નાના-નાના કામો આપો, જે તે પોતાની જગ્યાએ બેસીને આરામથી કરી શકે, જેમ કે શાકભાજી કાપવા

પતિ ઘણીવાર રસોડામાં કામ કરતા શરમાતા હોય છે, તેથી તેમને બાળકો સંબંધિત કામ આપો, જેમ કે તમે રસોડામાં કામ કરતા હોવ ત્યારે તેઓ બાળકોને તૈયાર કરશે

જ્યારે તમારા પતિ કોઈ કામ કરે છે, ત્યારે તેમના વખાણ કરો, જેથી તેઓ પોતે જ તમને બીજી વખતે મદદ કરવાનું વિચારે

પર્સ, ઘડિયાળ, રૂમાલ જેવી દરેક વસ્તુ તમારા પતિને રોજ આપવાની આદત ઓછી કરો. તેનાથી તમારું કામ ઓછું થશે અને પતિ પોતાનું કામ જાતે જ કરશે

ઓફિસ જાવ છો તો 'આઈ ફ્લૂ'થી બચવા માટે કરો આ કામ