ભારતીય રેલવેએ દેશભરમાં 204 સ્ટેશનોની પુન:વિકાસ માટે પસંદગી કરી

 જેમાંથી ત્રણ સ્ટેશનોના પુન:વિકાસની કામગીરી શરૂ

જ્યારે 43 સ્ટેશનોનું કામ ચાલી રહ્યું છે

યાત્રીઓને વધારે સારી સગવડ આપવા માટે, દિવ્યાંગ અનુકૂળ સગવડો પર ખાસ ધ્યાન અપાશે

સોમનાથ સ્ટેશનને અંદાજિત 157.4 કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક સ્ટેશન રૂપે પુન:વિકાસ કરાશે

સોમનાથ સ્ટેશનને વાસ્તુશિલ્પ સાથે ડિઝાઇન કરવામાં આવી રહ્યું છે

મુખ્ય સ્ટેશનની છત પર 12 શિખર હશે જે 12 જ્યોતિર્લિંગોનું પ્રતિનિધિત્વ કરતા હશે

 યાત્રીઓ, તીર્થયાત્રીઓ અને પર્યટકોને  એરપોર્ટ જેવી સુવિધાઓ પ્રદાન કરશે 

ત્રિવેણી સંગમ હોવાથી સોમનાથ પ્રાચીન કાળથી જ મહત્ત્વનું તીર્થ સ્થાન ગણાય 

કામગીરી માર્ચ, 2025 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય