4 માર્ચ 2024

અનંત માટે રાધિકાએ ગાયું ગીત, ગ્રાન્ડ એન્ટ્રી પર આવા હતુ બધાનું રિએક્શન

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનની ભવ્ય ઉજવણી 3 દિવસ સુધી ચાલી હતી. હસ્તાક્ષર સમારોહ સાથે ઉજવણીનું સમાપન થયું.

અનંત-રાધિકાની સાઈનિંગ સેરેમનીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભવ્ય ઉજવણીની ઝલક ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

સાઈનિંગ સેરેમનીમાં રાધિકાએ બોલિવૂડ સ્ટાઈલમાં ગ્રાન્ડ એન્ટ્રી લીધી હતી. રાધિકા ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' નું ગીત 'દેખા તેનુ પહેલ-પહેલી બાર' ગાતી સ્ટેજ પર આવે છે

 રાધિકાને જોઈને અનંત અંબાણીના ચહેરા પર મોટું સ્મિત છલકાઈ રહ્યું હતુ.

તે જ સમયે, મુકેશ અંબાણી તેમની નાની વહુ રાધિકાને સ્ટેજ પર પ્રવેશતા જોઈને રાધિકાને ચીયર કરતા જોવા મળ્યા હતા. તેઓએ આનંદથી જોરથી તાળીઓ પાડી.

નીતા અંબાણીના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમની વહુને જોઈને નીતા અંબાણીના ચહેરા પરની ચમક જોઈને ચાહકો ખૂબ જ પ્રભાવિત થયા છે.

 અનંત રાધિકાને લેવા આવે છે અને પ્રેમથી સ્ટેજ પર લઈ જાય છે

અનંત રાધિકાને એકબીજાના હાથ પકડેલા જોવા મળ્યા હતા.