ઉનાળાની ગરમીમાં દરેક વ્યક્તિને ઠંડુ પાણી પીવાનું મન થાય છે. ત્યારે મોટા ભાગે લોકો ફ્રીજનું પાણી પીતા હોય છે.

ફ્રિજનું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના બદલામાં તમારે માટીના ઘડાનું પાણી પીવુ જોઈએ.

માટલાનું પાણી ઉનાળાની ગરમીમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે.

લૂથી બચાવે- માટીના વાસણમાં રાખેલ પાણીમાં વિટામિન્સ અને મિનરલ્સ શરીરના ગ્લુકોઝ લેવલને જાળવી રાખે છે અને શરીરને ઠંડક આપી ગરમીમાં લૂથી બચાવે છે.

ગળાને સ્વસ્થ રાખે- ઉનાળામાં ફ્રીજનું  પાણી ગળાને નુકસાન પહોંચાડે છે.જ્યારે  માટીના ઘડાનું પાણી પીવાથી ગળા પર કોઈ  ખરાબ અસર પડતી નથી.

ગેસની સમસ્યામાં રાહત- ઉનાળામાં મોટા ભાગે  ખોરાકનું જલદી પાચન ના થતા ગેસની સમસ્યા રહે છે ત્યારે જો  તમે ઘડાનું પાણી પીવો છો તો ગેસ કે એસિડિટીની સમસ્યા થતી નથી

ત્વચા સંબંધિત રોગો દૂર થાય- માટલાનું પાણી પીવાથી ફોલ્લીઓ અને ખીલમાં પણ રાહત મળે છે અને ત્વચા ચમકદાર બને છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો- માટલાનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તડકાથી નહીં થાય રૂક્ષ અને બરડ વાળ, બસ આ વાતોનું રાખો ધ્યાન