18 લાખનું ફંડ ભેગું કરવા Post Office ની શાનદાર સ્કીમ  

24 August, 2025

દર મહિને નિશ્ચિત રકમ બચાવીને 5 વર્ષમાં મોટું ભંડોળ બનાવો.

પોસ્ટ ઓફિસ RD સ્કીમમાં ફક્ત ₹100થી ખાતું ખોલી શકાય છે.

દર મહિને નિશ્ચિત રકમ જમા કરાવવાથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ મળે છે.

હાલમાં આ યોજનાનો વ્યાજ દર 6.7% વાર્ષિક છે.

સરકારની ગેરંટી હોવાથી રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

એક કરતાં વધુ ખાતા ખોલી બાળકોના શિક્ષણ, લગ્ન કે નિવૃત્તિ માટે બચત કરી શકાય છે.

₹25,000 મહિને રોકાણ કરીને 5 વર્ષમાં લગભગ ₹17.84 લાખ મળે છે.

સલામત, નિશ્ચિત અને વિશ્વસનીય રોકાણ માટે આ ઉત્તમ યોજના છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.