વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી અનોખી રીતે 

16 સપ્ટેમ્બર 2023

 નરેન્દ્ર મોદીના જન્મ દિવસની તૈયારી વચ્ચે અમદાવાદના એક યુવાને વડાપ્રધાન માટે બનાવી અનોખી ભેટ.  

 અમદાવાદમાં રહેતા એક મુસ્લિમ યુવાન સલીમ શેખે વડાપ્રધાનને આપવા અનોખી ભેટ તૈયાર કરી છે.

 સલીમ શેખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેની લાગણી તેના આર્ટમાં વ્યક્ત કરી એક ચિત્ર બનાવ્યું છે. 

સલીમ શેખે 3x3 નો ફોટો તૈયાર કર્યો છે અને તે પણ  3200 સ્ક્રુ માંથી આ ફેસ તૈયાર કરવામાં આવ્યો છે. 

આ ફેસ ફોટો 20 દિવસની સતત મહેનત કર્યા બાદ સલીમ શેખે દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

 હવે વડપ્રધાનને જન્મ દિવસ નિમિતે આ તસવીર ભેટમાં આપશે. 

સલિમે માચીસ માંથી કાર બનાવી, પેન્સિલ ચેઇન બનાવી,  પેન્સિલ પર સૌથી નાના સરદાર પટેલ સહિત અનેક કૃતિ બનાવી. 

હવે તેઓએ 3200 સ્ક્રુમાંથી નરેન્દ્ર મોદીનો ફેસ બનાવી અલગ કલા રજૂ કરી અને હજુ પણ તે નવા રેકોર્ડ બનાવવામાં લાગ્યા છે.  

આ કૃતિઓ બનાવવા માટે ખાસ એકાગ્રતા ની જરૂર હોય છે. 

સલીમ શેખ હજુ પણ કઈક મોટું કરવાની ચાહન ધરાવે છે. 

સચિન તેંડુકરની પુત્રી સારા સુંદરતામાં અભિનેત્રીને પણ આપે છે ટક્કર