ભારત અને પાકિસ્તાન એક સાથે આઝાદ થયા પરંતુ બંન્ને દેશોના વિકાસ દર એકદમ અલગ છે

પાકિસ્તાનની સરખામણીમાં ભારતમાં રેલ નેટવર્કે ઘણો વિકાસ કર્યો છે

પાકિસ્તાનમાં બ્રિટિશકાળ દરમિયાન 1861માં જ રેલવેની સેવા શરૂ થઈ ગઈ હતી

તેનું 11,881 કિમીમાં ફેલાયેલું રેલ નેટવર્ક એશિયાના સૌથી મોટા રેલ નેટવર્કમાંથી એક છે

પાકિસ્તાનમાં દર વર્ષ લગભગ 70 મિલિયન યાત્રી ટ્રેનોમાં સફર કરે છે

તેના માટે લગભગ 70 હજાર લોકો રેલવેમાં કામ કરે છે

પરંતુ દેશની આર્થિક તંગીએ પાકિસ્તાન રેલવેની હાલત ખરાબ કરી દીધી છે

પાકિસ્તાનમાં ભારત જેવા વર્લ્ડ ક્લાસ ટ્રેન સ્ટેશનોનો અભાવ છે

પાકિસ્તાનની રેલવે પોતાના હાલના કર્મચારીઓ અને રિટાયર્ડ કર્મીઓના પૈસા આપવાની સ્થિતિમાં નથી

આ સિવાય પાકિસ્તાનમાં ભારત જેવી હાઈ સ્પીડ એડવાન્સ ટ્રેનોનો પણ ભારે અભાવ છે