07 November 2023

ધનતેરસ પર સોનું, ચાંદી, વાસણો, સાવરણી સાથે મીઠું પણ અવશ્ય ખરીદો, ઘરની તમામ મુશ્કેલી થશે દુર

Pic credit - Freepik

ધનતેરસના શુભ અવસર પર દરેક વ્યક્તિએ સોનું, ચાંદી, વાસણો, સાવરણી સાથે મીઠું ખરીદવું જોઈએ. કારણ કે આમ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે

મીઠું ખરીદવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને જીવન પ્રસન્ન રહે છે

જ્યોતિષ શાસ્ત્રમાં મીઠું સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે, જે નકારાત્મકતા દુર કરે છે

ધનતેરસના દિવસે મીઠાનું એક પેકેટ અવશ્ય ખરીદો. જો તમે તમારા પોતાના પૈસાથી મીઠું ખરીદો તો તે વધુ સારું રહેશે. કોઈની પાસેથી ક્રેડિટ કે લોન લઈને ખરીદી ન કરો

જો પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા થતા હોય અને ઘરમાં પરેશાનીઓ વધી રહી હોય તો પાણીમાં થોડું મીઠું નાખીને આખા ઘરને લૂછી નાખો

જ્યારે તમે ધનતેરસ પર મીઠાનું નવું પેકેટ ખરીદો છો, ત્યારે તેનો ઉપયોગ ઘરની રસોઈમાં કરો. આમ કરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે. સંપત્તિમાં વધારો થાય

ઘરના ખૂણામાં કાચના નાના બાઉલમાં મીઠું નાખીને ઉત્તર, પૂર્વ દિશામાં રાખો. આના કારણે સંપત્તિમાં કોઈ ઘટાડો થતો નથી

ધનતેરસના દિવસે બાળકને મીઠાના પાણીથી સ્નાન કરાવો. તેનાથી બાળક ખરાબ નજરથી સુરક્ષિત રહેશે અને તેનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે

દિવાળી પર લોકો શા માટે પ્રગટાવે છે દીપ, શું છે મહત્ત્વ