કોની પાસે છે સૌથી વધુ પરમાણુ હથિયાર ?

19 May, 2025

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે પાકિસ્તાનના પરમાણુ હથિયારને આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીની દેખરેખ હેઠળ લેવા જોઈએ.

યુનિયન ઓફ કન્સર્ડ સાયન્ટિસ્ટ્સ અનુસાર, હાલમાં અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ, બ્રિટન, પાકિસ્તાન, ભારત, ઇઝરાયલ અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ હથિયાર છે.

હાલમાં પરમાણુ હથિયારના મામલે રશિયા સૌથી આગળ છે. રશિયા પાસે કુલ 6000 પરમાણુ હથિયાર છે. અમેરિકા બીજા સ્થાને છે.

રશિયા પછી, અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર છે. ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ્સ અનુસાર, અમેરિકા પાસે કુલ 5,400 પરમાણુ હથિયાર છે.

પેન્ટાગોનનો દાવો છે કે ચીન પાસે લગભગ 500 પરમાણુ હથિયાર છે. તે જ સમયે, ફ્રાન્સ 290 પરમાણુ હથિયાર સાથે ચોથા સ્થાને છે.

યુનિયન ઓફ કન્સર્ડ સાયન્ટિસ્ટ્સના રિપોર્ટ મુજબ, બ્રિટન 120 પરમાણુ હથિયાર સાથે પાંચમા સ્થાને છે.

ભારત અને પાકિસ્તાન પણ પરમાણુ હથિયાર ધરાવતા દેશોમાં સામેલ છે. ભારત અને પાકિસ્તાન પાસે પણ સારી માત્રામાં પરમાણુ હથિયાર છે.

નોંધ : અહીં આપમાં આવેલી માહિતી આઆપની જાણકારી માટે પબ્લિક ડોમેઈનમાં ઉપલબ્ધ માહિતીના આધારે છે.