બ્રિટિશ સરકાર પણ કડક ઇમિગ્રેશન નિયમો લાગુ કરી રહી છે

06 ઓકટોબર, 2025

બ્રિટનમાં આશ્રય મેળવનારા ઇમિગ્રન્ટ્સ હવે તેમના પરિવારો સાથે કાયમી રહેવા પાત્ર નહીં.

 સરકાર નાની બોટથી ફ્રાન્સ પાસેથી આવતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

શરણાર્થીઓ પાંચ વર્ષ પછી કાયમી નિવાસ માટે પાત્ર બનતા, પરંતુ નવા નિયમો કોઈ ગેરંટી આપતા નથી.

નાગરિક બનવા માટે અરજદારોએ સામાજિક યોગદાન, સ્વચ્છ ગુનાહિત રેકોર્ડ અને અંગ્રેજી ભાષા આવડવી જરૂરી છે.

કાયમી નિવાસ માટેનો સમયગાળો હવે 10 વર્ષ સુધી વધારાયો છે.

શરણાર્થીઓ હવે તેમના પરિવારને બ્રિટનમાં લાવવા માટે અધિકાર ધરાવશે નહીં.

સરકાર શરણાર્થીઓને તેમની મૂળભૂત સુરક્ષા આપે છે, પરંતુ કાયમી રહેવા માટેની વિગતો આ વર્ષના અંતમાં જાહેર થશે.