નવા સંસદ ભવનની શા માટે પડી જરૂર ?

સેન્ટ્રલ હોલમાં માત્ર 440 વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે. સંયુક્ત સત્રો હોય ત્યારે મર્યાદિત બેઠકોની સમસ્યા વધુ વકરી છે. હલનચલન માટે મર્યાદિત જગ્યાને કારણે તે એક મોટું સુરક્ષા જોખમ પણ છે

આગ સલામતી એ મુખ્ય ચિંતાનો વિષય છે કારણ કે હાલના આગના ધોરણો મુજબ બિલ્ડિંગની ડિઝાઇન કરવામાં આવી નથી. કેટલાક નવા વિદ્યુત કેબલો સ્થાપિત કરવામાં આવ્યા છે જે સંભવિત આગનું જોખમ છે

વર્તમાન સંસદ બિલ્ડીંગમાં કોમ્યુનિકેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજી જૂની છે. તમામ હોલના સીસ્ટમમાં મોટા સુધારાની જરૂર છે

આ બિલ્ડિંગમાં માળખાકીય સુરક્ષાની ચિંતા છે. વર્તમાન સંસદ ભવન જ્યારે દિલ્હી સિસ્મિક ઝોન-IIમાં હતું ત્યારે બનાવવામાં આવ્યું હતું, હાલમાં તે સિસ્મિક ઝોન-IVમાં છે

જગ્યાની સતત વધતી જતી માગને સમાયોજિત કરવા માટે, હાલના કાર્યક્ષેત્રમાં પેટાવિભાગો બનાવવામાં આવ્યા હતા, જેના કારણે ઓફિસ ભીડભાડ બની ગઈ હતી

નવા સંસદ ભવનના ઉદ્ઘાટન માટે આમંત્રિતોની યાદી પર એક નજર