ગુજરાતની આ ટનલમાંથી પસાર થશે ભારતની પહેલી બુલેટ ટ્રેન, કામ થયું પૂર્ણ
Courtesy : NHSRCL
21 February, 2024
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના રૂટનું મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનના રૂટની પ્રથમ પર્વતીય સુરંગનું નિર્માણ પૂર્ણ થઈ ગયું છે.
Courtesy : NHSRCL
320 કિમીની ઝડપે દોડતી બુલેટ ટ્રેન આ ટનલમાંથી પસાર થશે, જેના કારણે મુંબઈ-અમદાવાદની યાત્રા 127 મિનિટમાં પૂર્ણ થશે.
Courtesy : NHSRCL
1.08 લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ (MAHSR) નામ આપવામાં આવ્યું છે.
Courtesy : NHSRCL
MAHSRની પ્રથમ પર્વતીય ટનલ L&T દ્વારા બનાવવામાં આવી છે, જે 350 મીટર લાંબી અને 10.25 મીટર ઊંચી છે. તેનો વ્યાસ 12.6 મીટર છે
Courtesy : NHSRCL
તે તકનીકી રીતે 'ઘોડાના નાળ' આકારની ટનલ છે જેમાં હાઇ-સ્પીડ ટ્રેનો માટે સમાંતર ટ્રેક છે. MAHSRમાં કુલ 7 પર્વતીય ટનલ હશે
Courtesy : NHSRCL
જરોલી ગામ જે ગુજરાતની સરહદમાં આવે છે. આ ગામની નજીક MAHSRની પ્રથમ પર્વતીય ટનલ પૂર્ણ થઈ છે.
Courtesy : NHSRCL
NHSRCL એ નવેમ્બર 2020 માં 24,985 કરોડ રૂપિયાના ખર્ચે L&Tને પેકેજ C4 નો સિવિલ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ આપ્યો હતો.
Courtesy : NHSRCL
આ કોન્ટ્રાક્ટ હેઠળ આ ટનલ બનાવવામાં આવી છે. મહારાષ્ટ્રમાં 508.17 કિમી લાંબી MAHSRની 6 પર્વતીય ટનલ બનાવવામાં આવશે.