6 મહેમાનો માટે 2 છોકરીઓ... મિસ ઇંગ્લેન્ડના સનસનાટીભર્યા આરોપો

28 May, 2025

હૈદરાબાદમાં મિસ વર્લ્ડ 2025 સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મિસ ઇંગ્લેન્ડ મિલા મેગીએ ઘણી બધી હેડલાઇન્સ બનાવી છે.

હકીકતમાં, મિસ ઇંગ્લેન્ડે આ સૌંદર્ય સ્પર્ધા અધવચ્ચે જ છોડી દીધી છે, કારણ કે તેણે કહ્યું હતું કે તેની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે.

16 મેના રોજ, મિલા ઈંગ્લેન્ડ પાછી ફરી, જ્યાં તેણે પાછળથી ધ સનને એક ઇન્ટરવ્યુ આપ્યો. જેમાં તેણે પોતાના પાછા ફરવાનું કારણ જણાવ્યું છે.

મિલાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ત્યાં ચેન્જ માટે ગઈ હતી, પરંતુ ત્યાં અમને વાંદરાઓની જેમ બેસાડવામાં આવ્યા હતા.

મિસ ઈંગ્લેન્ડે એમ પણ કહ્યું કે દરેક 6 મહેમાનોના ટેબલ પર બે છોકરીઓ હતી, જેથી અમે તેમનું મનોરંજન કરી શકીએ. મને વેશ્યા જેવો અનુભવ કરાવવામાં આવ્યો.

જોકે, જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવે મેગી સાથેની ઘટનાની નિંદા કરી.

તેમણે આ મામલાની તપાસની પણ માંગ કરી. જે બાદ ખાસ મુખ્ય સચિવ જયેશ રંજને આ મામલાની તપાસ કરી અને તમામ આરોપોને ખોટા ગણાવ્યા.