Meta નવું પેરેન્ટલ કંટ્રોલ ટુલ લાવી રહ્યું છે 

Metaનું આ ટુલ બાળકોના માતા-પિતાને આપશે પેરેન્ટલ કંટ્રોલ

બાળકોના માતા-પિતા જાણી શકશો કે સોશિયલ મીડિયા પર તેમનું બાળક શું કરી રહ્યું છે

આ ફીચર ટીનએજર અને તેમના પરિવારના સભ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે

મેટાએ મંગળવારે નવા ફીચર્સની જાહેરાત કરી છે. જેની મદદથી માતા-પિતા પોતાના બાળકો દ્વારા ચલાવવામાં આવતા Instagram, Facebook અને Messengerનો ટાઈમ મેનેજ કરી શકશે

કંપનીએ કહ્યું છે કે મેસેન્જર પર સુપરવિઝન કરવા માટે નવું ફીચર લાવ્યા છે. જેની મદદથી માતા-પિતા જાણી શકશે કે તેમના બાળકો શું વાતચીત કરી રહ્યા છે

મેટા આ ફીચર એવા સમયે લાવી રહ્યું છે જ્યારે મેટા માલિકીની એપ જેમ કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ગંભીર આરોપ લાગી રહ્યા છે કે આ એપ કિશોરોના માનસિક સ્વાથ્યને પ્રભાવિત કરી રહ્યું છે

મેટાએ કહ્યું કે પેરેન્ટ એ તો જોઈ શકશે કે તેમના બાળકો ક્યા અને કેટલા સમય સુધી મેસેન્જરનો ઉપયોગ કરે છે. જોકે તેઓ બાળકોના મેસેજ વગેરે વાંચી નહીં શકે

મેટાએ આ ફીચરને માત્ર અમેરિકા, કેનેડા અને બ્રિટન માટે લોન્ચ કર્યુ છે. જોકે જલદી જ તે અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે

શોર્ટ ડ્રેસ પહેરી નદી કિનારે મસ્તી કરતી જોવા મળી Monalisa, જુઓ Photo