5/11/2023

આહોઈ અષ્ટમીના વ્રત પર બનાવો આ ખાસ મીઠાઈ

Pic- Tv9Bharatvarsh

આસો મહિનાની આઠમના દિવસ આહોઈ અષ્ટમીનું વ્રત કરવામાં આવે છે.

દિવાળીના એક અઠવાડિયા પહેલા અહોઈ અષ્ટમી વ્રત ઉજવવામાં આવે છે.

મહિલાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય અને પ્રગતિ માટે વ્રત રાખે છે.

ઉપવાસ દરમિયાન પ્રસાદ માટે માલપુઆ બનાવવામાં આવે છે. જો તમે આ વ્રત પહેલીવાર બનાવતા હોવ તો આ ખાસ ટિપ્સ અપનાવી માલપુઆ બનાવો.

માલપુઆ બનાવવા માટે લોટ, દૂધ, માવો અને ખાંડ જરૂરી છે. માલપુઆને તળવા માટે દેશી ઘીનો ઉપયોગ કરો.

લોટમાં માવો, દૂધ અને પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ધ્યાન રાખો કે માલપુઆની પેસ્ટ બહુ પાતળી ન થાય.

કડાઈમાં પાણી અને ખાંડ નાખી ધીમી આંચ પર થવા દો.અને એક તાર વાળી ચાસણી બનાવી લો.

હવે તૈયાર માલપુઆને ચાસણીમાં નાખીને અડધો કલાક રહેવા દો. આહોઈ અષ્ટમી પર તેને પ્રસાદ તરીકે ચઢાવો અને પ્રસાદની મજા માણો.

મગફળી ખાધા પછી તમે જો આ વસ્તુઓ ખાતા હોવ તો ચેતી જજો