તુલસીનો રસ ચહેરા પર લગાવવાના 5 ફાયદા

17 Aug 2024

તુલસી ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમે ચહેરા પર તુલસીનો રસ પણ વાપરી શકો છો.

તુલસીમાં એન્ટી-ઓક્સિડન્ટ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-વાયરલ, એન્ટી-ફ્લૂ, એન્ટી-બાયોટિક, એન્ટી-ઈન્ફ્લેમેટરી, વિટામિન-એ, વિટામિન-સી, ઝિંક, કેલ્શિયમ અને આયર્ન જેવા ગુણો મળી આવે છે.

ઘણા લોકોની ઓઈલી ત્વચા હોય છે. આ વધારાની ઓઈલી સ્કીનથી છુટકારો મેળવવા માટે તમે તુલસીના પાનનો રસ ચહેરા પર લગાવી શકો છો. તે ત્વચામાંથી વધારાની સીબમ દૂર કરવામાં મદદ કરે છે.

તુલસીના પાનનો રસ ચહેરા પર લગાવવાથી ખીલથી છુટકારો મેળવી શકાય છે. આ પાંદડાઓમાં એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણો હોય છે.

તુલસીના પાનનો રસ ત્વચાના સંક્રમણથી બચાવે છે. જો ચોમાસામાં ચહેરા પર ખંજવાળ કે બળતરાની સમસ્યા હોય તો તુલસીના પાનનો રસ ચહેરા પર લગાવી શકાય છે. તેમાં એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે.

જો તમારી ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાતી હોય તો તમે તુલસીના પાનનો રસ ચહેરા પર લગાવી શકો છો. તેનાથી ત્વચાનો રંગ સુધરે છે. તુલસીના પાનનો રસ લગાવવાથી ડાઘ દૂર થાય છે.

તુલસીના રસમાં વિટામિન સી હોય છે. તે ત્વચાના રંગને સુધારે છે. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જે ડાર્ક સ્પોટ્સ અને ડાઘ-ધબ્બા દૂર કરવામાં મદદ કરે છે.