મોટા ભાગે ઘરમાં ફટકડીનો ઉપયોગ થાય છે, આજે વધુ ફાયદા જાણો 

28 સપ્ટેમ્બર 2023

(Credit Source : Social media)

ફટકડીનો ઉપયોગ શરીર પર કોઈ જગ્યાએ નાનો ચીરો પડે ત્યારે અને ચહેરા પર મસાજ કરવા માટે થાય છે

જો તમને ચામડીનો રોગ થયો છે તો તે જગ્યાએ ફટકડીનું પાણી લગાવો, તરત રાહત મળશે 

તમારા ચહેરા પર ખીલના ડાઘ છે તો ફટકડીને પાણીમાં પલાળીને લગાવાથી ફાયદો થશે

દાંતમાં દુખાવો થતો હોય તો ફટકડીને પીસીને તેમાં કાળા મરીનો પાઉડર ઉમેરી દો, અને દુખાવાની જગ્યાએ લગાવો.

ફેસ પર ફટકડીના પાઉડરને પાણીમાં પલાળીને રૂ વડે ચહેરા પર લગાવો અને મેળવો નેચરલ ગ્લો

તમે જોયું હશે કે વાળંદ દાઢી કર્યા પછી મોં પર ફટકડી લગાવે છે, કેમ કે સ્કીન કટ થયા પછી જે બ્લડ નીકળે છે તે ફટકડીથી બંધ થઈ જાય છે. 

વારંવાર ઉધરસ આવી રહી છે તો ફટકડીને પીસીને તેમાં મધ મેળવી દો. મધ વાળી ફટકડી ચાટવાથી ઉધરસમાં રાહત મળે છે.

ફટકડીને ખાલી વાટકામાં એટલી ગરમ કરો કે તે ઓગળીને ફોમ બની જાય. એ ફોમ ઠંડુ પડ્યા પછી ફાટેલી એડીમાં લગાવો. તરત રાહત મળશે. 

અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV 9 ગુજરાતી આની પુષ્ટી કરતું નથી. ફટકડીનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લો. 

દરરોજ બીટનું સેવન કરવાથી થાય છે અઢળક ફાયદા