ફક્ત ટુવાલ ઓઢી મહાકુંભમાં યુવતીએ લગાવી ડૂબકી

03 ફેબ્રુઆરી, 2025

મહાકુંભમાં એક યુવતીના ટુવાલ પહેરી ડૂબકી લગાવવાના વીડિયોએ સોશિયલ મીડિયા પર હલચલ મચાવી છે.

આ ઘટના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભની છે, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ હાજર છે.

વાયરલ વીડિયોમાં યુવતી માત્ર સફેદ ટુવાલ ઓઢી ગંગા સ્નાન કરવા પહોંચી હતી.

ઘાટ પર હાજર લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા અને કેટલાકે વિરોધ નોંધાવ્યો.

યુવતી પોતાનો વીડિયો પણ રેકોર્ડ કરાવી રહી હતી, જે ઝડપથી વાયરલ થયો.

@samuelina45 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પાંચ દિવસ પહેલા અપલોડ થયો હતો.

અત્યાર સુધીમાં 70 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.

ઘણા લોકોની પ્રતિક્રિયા છે કે મહાકુંભ એક પવિત્ર સ્થળ છે, અને આ રીતે વર્તવું યોગ્ય નથી.

ઘણા યુઝર્સે આ ઘટનાને મહાકુંભના માહોલ માટે અનુકૂળ ન હોવાનું ગણાવ્યું.

આ વીડિયોને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને ઉગ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.