આ મંદિરમાં પતિ-પત્ની એકસાથે નથી કરી શકતા દેવી દુર્ગાના દર્શન

22 સપ્ટેમ્બર, 2025

શારદીય નવરાત્રીની શરૂઆત સાથે ભક્તોમાં ઉત્સાહ છવાયો છે.

હિમાચલ પ્રદેશના શિમલામાં આવેલું શ્રી કોટી માતા મંદિર ખાસ માન્યતાઓ માટે જાણીતું છે.

માન્યતા મુજબ પતિ-પત્ની અહીં સાથે પૂજા કરી શકતા નથી.

આવી ભૂલથી વૈવાહિક જીવનમાં મુશ્કેલીઓ આવતી હોવાનું માનવામાં આવે છે.

મંદિર સમુદ્ર સપાટીથી 11,000 ફૂટની ઊંચાઈએ સ્થિત છે અને નવરાત્રિ દરમ્યાન હજારો ભક્તો દર્શન કરે છે.

પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થળ ભગવાન કાર્તિકેય સાથે જોડાયેલું છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓને આધારે ફક્ત આપની જાણકારી માટે છે.