મોતિયાનું ઓપરેશન થયું, રિયાઝની આંખોની રોશની પાછી આવશે?

13 સપ્ટેમ્બર 2023

જોધપુરના માચિયા બાયોલોજિકલ પાર્કમાં રહેતો એકમાત્ર સિંહ રિયાઝ તેની આંખોની રોશની પાછી મેળવી શકશે. ડોક્ટરોએ તેની આંખોનું ઓપરેશન કર્યું છે.

માચિયામાં છે એકમાત્ર સિંહ

રિયાઝને બાળપણથી જ એક આંખમાં મોતિયો હતો, જ્યારે તાજેતરમાં જ તેને બીજી આંખમાં ગ્લુકોમા થયો હતો. આ કારણે તે બિલકુલ જોઈ શકતો નહોતો.

મોતિયો થયો હતો

રિયાઝના ઓપરેશન માટે મુંબઈથી નિષ્ણાંત ડોક્ટરોની ટીમ આવી હતી. આ ટીમે બે કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં મોતિયો દૂર કર્યો છે. આ સમયગાળા દરમિયાન ગ્લુકોમાની સારવાર પણ કરવામાં આવી છે.

મુંબઈથી આવ્યા હતા ડોક્ટર

માચીયા પાર્ક મેનેજમેન્ટના જણાવ્યા મુજબ એકમાત્ર સિંહ રિયાઝ છ વર્ષનો છે. તેનો જન્મ 12 મે 2017ના રોજ થયો હતો. જન્મના થોડા સમય બાદ તેની આંખોમાં મોતિયો થયો.

સિંહ 6 વર્ષનો છે

ડોક્ટરોએ જણાવ્યું કે, રિયાઝની બંને આંખો પર ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલમાં તેની આંખો પર પાટો બાંધવામાં આવ્યો છે, પરંતુ બે અઠવાડિયા પછી જ્યારે પટ્ટી હટાવી દેવામાં આવશે ત્યારે તે બરાબર જોઈ શકશે તેવી આશા છે.

તેની આંખો પર પટ્ટી છે

એક આંખમાં મોતિયો અને બીજી આંખમાં ગ્લુકોમાને કારણે રિયાઝ બિલકુલ જોઈ શકતો ન હતો. જેના કારણે તે ન તો બરાબર ફરવા સક્ષમ હતો કે ન તો યોગ્ય રીતે ગર્જના કરી શકતો હતો.

દ્રષ્ટિ જતી રહી હતી

જોધપુરનું માચિયા બાયોલોજિકલ પાર્ક જંગલ સફારી માટે પ્રખ્યાત છે. 

તે જંગલ સફારી માટે પ્રખ્યાત છે

 આ પાર્કમાં તમામ પ્રકારના પ્રાણીઓ છે. પરંતુ મગરને જોવા માટે લોકો દૂર દૂરથી અહીં આવે છે.

મગરને જોવા આવે છે લોકો

આ 5 છોડ લગાવતા જ કબૂતર બાલ્કનીમાંથી ભાગી જશે, બોલાવવા છતાં પણ આવશે નહીં