ટ્રેનના ડ્રાઈવરને જ લોકો પાયલટ કહેવામાં આવે છે લોકો પાયલટની જોબ ગ્રુપ બીની કેટેગરીમાં મુકવામાં આવી છે.
લોકો પાયલટ બનવા માટે ઉમેદવારે ધોરણ 10 અને 12 પાસ કરેલું હોવુ જોઈએ અને ભારતીય નાગરીક હોવો જોઈએ
આ સીવાય ઉમેદવારે મીકેનિકલ , ઈલેક્ટ્રોનિક અને ઓટોમોબાઈલમાં 2 વર્ષનો કોર્સ કે ITI કરેલુ હોવુ જોઈએ.
લોકો પાયલટ બનવા માટે જનરલ કેટેગરીમાં ઉમેદવારો માટે 18 થી 30ની વયમર્યાદા જ્યારે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે છૂટ આપવામાં આવી છે.
ભારતીય રેલવે સમય સમય પર લોકો પાયલટની ભરતી કાઢે છે બસ તમારે ધ્યાન રાખવાની જરુર છે.
ફ્રેશરની પણ નવા લોકો પાયલટ એટલે કે આસિસ્ટન્ટ તરીકે ભરતી થાય છે જેમને મહિને 25 થી 30 હજારનો શરુઆતમાં પગાર મળે છે.
જ્યારે અનુભવી લોકો પાયલટને એક મહિનાનો 50 હજારથી 1 લાખ સુધીનો પગાર મળે છે.
સેલેરીની સાથે બોનસ, ભથ્થુ, પેન્શન યોજનાનો પણ લાભ મળે છે તેમજ નાઈટ ડ્યુટી એલાઉન્સ અને હોલિડે એલાઉન્સ પણ મળે છે.
રેલવે માં આસિસ્ટન્ટ લોકો પાયલોટ બાદ અનુભવના આધાર પર સીનિયર અને તે બાદ લોકો પાયલોટ સુપર વાઈઝર સુધીના પદ પર બઢતી મળે છે.
જાણો શા માટે કરવામાં આવે છે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી