05 Nov 2023

દિવાળી પર ફટાકડા ફોડવાની ખુશી વચ્ચે આ વાતો ભૂલશો નહીં

Pic credit - Freepik

દીવા પ્રગટાવવાની સાથે-સાથે લોકોમાં દિવાળીના અવસર પર ફટાકડા ફોડવાનો પણ ઘણો ક્રેઝ છે, પરંતુ આવું કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ખુશીઓની દિવાળી

ફટાકડાના મોટા અવાજથી પ્રાણીઓ અને પક્ષીઓ ડરી જાય છે. તેથી ધ્યાનમાં રાખો કે જ્યારે તમે ફટાકડા ફોડો છો, ત્યારે આસપાસ કોઈ પ્રાણીઓ ન હોવા જોઈએ.

પ્રાણીઓની રાખો સંભાળ

દિવાળી દરમિયાન ક્યારેક બાળકોના હાથ બળે છે. નાના બાળકોને વધુ ફુટતા ફટાકડા ફોડવા ન દો અને આ સમય દરમિયાન વડિલો હંમેશા બાળકો સાથે રહે તે વધુ સારું છે.

બાળકોની સુરક્ષા

રસ્તા પર કે સાંકડી ગલીમાં ફટાકડા ફોડવાની ભૂલ ન કરો, એવી જગ્યા શોધવાનો પ્રયાસ કરો જે ખુલ્લી હોય અને જ્યાં કંઈપણ સળગવાનો ભય ન હોય.

યોગ્ય જગ્યા કરો પસંદ

ઘણીવાર એવું જોવા મળે છે કે બાળકો અને પુખ્ત વયના લોકો પણ ફટાકડા હાથમાં પકડીને ફોડવાની ભૂલ કરે છે. આવી સ્થિતિમાં ઈજા થઈ શકે છે, તેથી તેનાથી બચો.

હાથમાં ફટાકડા ફોડવા

ફટાકડા સળગાવતી વખતે કોટનના કપડાં પહેરવાનો પ્રયાસ કરો. કારણ કે કેટલીકવાર તણખો ઉડીને આવે છે અને કોટન સિવાયનું ફેબ્રિક ત્વચા પર ચોંટી જાય છે. 

કપડાં આવા હોવા જોઈએ

દુપટ્ટા વાળા ડ્રેસ અથવા સાડી ન પહેરો. બની શકે તો પેન્ટ અને કોટન ટીશર્ટ પહેરો. જેથી કરીને કપડાં ફટાકડાને સ્પર્શે નહીં

યોગ્ય કપડાં

વાયુ પ્રદૂષણ ઘણું વધી ગયું છે તો આ વાતનું ધ્યાન રાખો અને ફટાકડા ફોડો પણ બની શકે તેટલા ઓછા ફોડવા અને વાતાવરણને ચોખ્ખુ રાખવામાં મદદ કરો.

આ વાતનું ધ્યાન રાખો

દિવાળી પર આ વસ્તુઓથી સજાવો ઘર, આપેલી ટીપ્સને કરો ફોલો