બેસ્ટ ક્રિકેટર બનવા બદલ BCCI એ બુમરાહ અને મંધાનાને કેટલા રૂપિયા આપ્યા?

02 ફેબ્રુઆરી, 2025

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈમાં 2023-24 સીઝન માટે નમન એવોર્ડ્સનું આયોજન કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને 2023-24 સીઝન માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

બુમરાહને 2023-24 સીઝનમાં ODI વર્લ્ડ કપ, T20 વર્લ્ડ કપ અને ટેસ્ટ ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પોલી ઉમરીગર એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલા શ્રેણીમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ જીતવામાં સફળ રહી.

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને પણ શ્રેષ્ઠ ક્રિકેટર બનવા બદલ BCCI દ્વારા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ ટ્રોફી સાથે ૧૫-૧૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, આ વખતે ICC એવોર્ડ્સમાં જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાનાએ પણ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો હતો.