અમદાવાદના સૌથી અમીર ધારાસભ્ય કોણ ?

11 સપ્ટેમ્બર, 2025

ગુજરાતના રાજકારણમાં સૌથી ધનિક ધારાસભ્યનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહે છે. ત્યારે આજે તમને અમે અમદાવાદના અમીર ધારાસભ્ય વિશે જણાવીશું.

દરેક ચૂંટણીમાં ઉમેદવારો સોગંદનામામાં તેમની સંપત્તિની વિગતો નોંધાવે છે, જેનાથી જનતાને તેમની નાણાકીય સ્થિતિનો ખ્યાલ આવે છે.

અમદાવાદની નિકોલ બેઠકના ભાજપના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માએ તેમના સોગંદનામામાં 29 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે. આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે.

જગદીશ વિશ્વકર્માનો વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ, ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે. 

મહત્વનું છે કે જગદીશ વિશ્વકર્મા હાલમાં ગુજરાત સરકારના મંત્રી પણ છે.

આ આંકડા દર્શાવે છે કે રાજકારણમાં પૈસાની શક્તિનો કેટલો પ્રભાવ છે અને ચૂંટણી ક્ષેત્રમાં શ્રીમંત નેતાઓની સંપત્તિ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.