રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જામનગર ઓઈલ રિફાઈનરીને 25 વર્ષ થઈ ગયા છે, આ પ્રસંગે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં રહેલા ઈશા અંબાણીએ તેમના દાદા ધીરુભાઈ અંબાણીને યાદ કર્યા હતા.
ઇશા અંબાણીએ ગુજરાતના જામનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓ અને તેમના પરિવારોને સંબોધિત કરતી વખતે ઘણી મહત્વપૂર્ણ બાબતોને યાદ કરી.
ઈશા અંબાણીએ આ પ્રસંગે કહ્યું કે આજે જામનગર ઓઈલ રિફાઈનરીના 25 વર્ષ પૂરા થવા પર હું મારા દાદા (ધીરુભાઈ અંબાણી)ને યાદ કરી રહી છું.
આજે પણ હું તેમની હાજરી અનુભવું છું. જામનગર રિફાઈનરી એ દાદાનું સ્વપ્ન છે અને આજે તે જોઈને તેઓ ખૂબ જ ખુશ અને ગર્વ અનુભવશે
ઈશા અંબાણીએ કહ્યું કે મારા પિતાએ તેમના વિઝન અને આત્મવિશ્વાસથી આને આગળ વધાર્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો એકતા, જુસ્સો અને પ્રતિબદ્ધતાનો સંગમ હોય તો દુનિયામાં કશું જ અશક્ય નથી.
મારા પિતાશ્રીએ તેમના પિતા શ્રી ધીરુભાઈ અંબાણીના જામનગરના સ્વપ્ન માટે આ ત્રણ ગુણોનો ભરપૂર ઉપયોગ કરીને દાખલો બેસાડ્યો છે.
ઈશા અંબાણીએ કહ્યું, "પાપા, તમે એક પુત્ર, પિતા અને એક માનવી તરીકે અમારા બધા માટે પ્રેરણા છો."