ફક્ત 1 રૂપિયાથી શરૂ કરી શકો છો Digital Gold માં રોકાણ

25 ઓકટોબર, 2025

ભારતીયોમાં સોનામાં રોકાણ કરવું એક જૂની પરંપરા છે, પરંતુ હવે લોકો ડિજિટલ સોના તરફ વળી રહ્યા છે.

ડિજિટલ સોનું 24-કેરેટ અથવા 99.99% શુદ્ધ સોનું હોય છે, જે સુરક્ષિત તિજોરીઓમાં સંગ્રહિત થાય છે.

તમે માત્ર ₹1થી લઈને લાખો સુધીનું સોનું ઑનલાઇન ખરીદી અથવા વેચી શકો છો.

જો ઈચ્છો તો ડિજિટલ સોનાની ભૌતિક ડિલિવરી – સિક્કા કે બારના રૂપમાં મેળવી શકો છો.

ધ્યાન રાખો, ડિજિટલ સોનામાં 3% GST સિવાય છુપાયેલા ચાર્જ પણ લાગુ પડે છે.

પ્લેટફોર્મ ફી, કસ્ટડી ફી અને ડિલિવરી ચાર્જ લાંબા ગાળે રોકાણની કિંમત વધારી શકે છે.

તમારું સોનું કેટલી સુરક્ષિત છે, તે તમારા પ્લેટફોર્મ અને વોલ્ટ પાર્ટનર પર આધાર રાખે છે.

નાના રોકાણકારો માટે આ સરળ વિકલ્પ છે — SIP દ્વારા ધીમે ધીમે બચત વધારી શકાય છે.

હાલ SEBI અથવા RBIનાં નિયમો નથી, એટલે રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.