જંતુનાશક દવાઓમાં રહેલા જોખમ વિશે માહિતી
જંતુનાશક દવાના પેકીંગ પર અડધા ત્રિકોણમાં લીલો રંગ દર્શાવે છે કે આ સલામત છે પરંતુ સાવધાની રાખવી જરૂરી
ત્રિકોણમાં વાદળી રંગ ભય દર્શાવે છે જેનો અર્થ થાય છે કે ઓછી જોખમકારક
ત્રિકોણમાં પીળો રંગનો મતલબ ઝેર છે અને તે જોખમકારક છે જેમાં ખુબ જ કાળજી રાખવાની જરૂર હોય છે.
લાલ રંગનો મતલબ છે વધુ જોખમકારક જેમાં ઝલદ ઝેર છે ઘણી વખત દવા પર ડેન્જરનું નિશાન પણ દર્શાવામાં આવે છે.
દવાના પેકીંગ તોડતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ તેમજ ક્યારે પણ દવાનું પેકીંગ મોં વડે તોડવું નહીં.