ભારતના અબજો ડોલરનો વારસો કોણ સંભાળશે ?

14 સપ્ટેમ્બર, 2025

ભારતના કોર્પોરેટ ગૃહોમાં 2030 સુધીમાં 1.5 ટ્રિલિયન ડોલરનું વારસાગત પરિવર્તન થવાનું છે.

ગૌતમ અદાણીએ ચાર વારસદારો વચ્ચે વ્યવસાય વહેંચવાની ઉત્તરાધિકાર યોજના બનાવી છે.

મુકેશ અંબાણીએ તેમના ત્રણેય બાળકોને રિલાયન્સના અલગ-અલગ ક્ષેત્રોની જવાબદારી સોંપી છે.

ગોદરેજ ગ્રુપે 2024 માં પરસ્પર સંમતિથી સામ્રાજ્યને બે ભાગમાં વહેંચી દીધું.

શાપૂરજી પલોનજી ગ્રુપમાં પલોન, ફિરોઝ અને ઝહાનને આગામી નેતૃત્વમાં સામેલ કરવામાં આવ્યા છે.

HCL ના શિવ નાદરે પુત્રી રોશની નાદરને સત્તા સોંપી છે, જે હવે કંપનીની ચેરપર્સન છે.

કેકે મોદી ગ્રુપમાં પરિવારજનો વચ્ચેનો કાનૂની વિવાદ હજુ યથાવત છે.