ભારતીય યુવા મહિલા ટીમે રચ્યો ઈતિહાસ, ઈંગ્લેન્ડને હરાવી બની વિશ્વ ચેમ્પિયન

 ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું

ટૉસ જીતીને પહેલી બોલિંગ કરતા ભારતે ઇંગ્લેન્ડને 17.1 ઓવરમાં 68 રનમાં જ ઓલઆઉટ કરી 

ભારતે 14 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ પ્રાપ્ત કર્યો

ફાઈનલમાં 6 રનમાં 2 વિકેટ લેનાર તિતાસ સાધુને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો

 ઇગ્લેન્ડની કેપ્ટન ગ્રેસ સ્ક્રીવાન્સ પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર કરાઈ

 BCCIએ મહિલા ક્રિકેટ ટીમ અને સપોર્ટ સ્ટાફને 5 કરોડ રૂપિયા આપવાની ઈનામની જાહેરાત કરી

 BCCI સેક્રેટરી જય શાહે કેપ્ટન શેફાલી વર્મા અને ટીમ ઈન્ડિયાને અમદાવાદ બોલાવી

અમદાવાદમાં 1 ફેબ્રુઆરીએ  ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની છેલ્લી મેચ રમાશે