અભિષેક શર્માએ પાકિસ્તાન સામે કર્યો કમાલ

15 સપ્ટેમ્બર, 2025

ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025માં પાકિસ્તાન સામે બીજી મેચ રમી. આ મેચમાં ભારતીય ટીમે 7 વિકેટથી જીત મેળવી.

ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 128 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. તેના જવાબમાં યુવા ભારતીય ઓપનર અભિષેક શર્માએ તોફાની ઇનિંગ રમી.

અભિષેક શર્માએ આ મેચમાં માત્ર 13 બોલનો સામનો કર્યો અને 238.46ના સ્ટ્રાઇક રેટથી 31 રન બનાવ્યા, જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

આ ઇનિંગ સાથે અભિષેક શર્મા 11 વર્ષની લાંબી રાહનો અંત લાવ્યો અને એક ખાસ યાદીમાં જોડાયો.

અભિષેક શર્મા પાકિસ્તાન સામે T20I મેચમાં 30+ રનની ઇનિંગ રમનાર ચોથો ભારતીય ઓપનર બન્યો. આ પહેલા ગૌતમ ગંભીર, અજિંક્ય રહાણે અને શિખર ધવન આ કરી ચૂક્યા છે.

તમને જણાવી દઈએ કે, અભિષેક શર્મા છેલ્લા 11 વર્ષમાં પાકિસ્તાન સામે T20I મેચમાં 30+ રન બનાવનાર પ્રથમ ભારતીય ઓપનર છે. તેમના પહેલા શિખર ધવને 2014 ના T20 વર્લ્ડ કપમાં આ કારનામું કર્યું હતું.

અભિષેક શર્માએ પણ UAE સામે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તે મેચમાં તેણે 16 બોલમાં 30 રન બનાવ્યા હતા, જેમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થતો હતો.