આગામી થોડા વર્ષોમાં ભારતથી થાઈલેન્ડ જવા તમારે ફ્લાઈટ પકડવાની જરૂર નહી પડે. તમે ભારતથી થાઈલેન્ડ કારથી પણ જઈ શકશો
આ રસ્તો બિમ્સટેક પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવી રહ્યો છે. 1360 કિલોમીટર લાંબા ભારત મ્યાનમાર-થાઈલેન્ડ રાજમાર્ગનું નિર્માણ 2027માં પુરૂ થવાની આશા છે
કોલકાતા અને બેંકોક વચ્ચે આ રસ્તો અનેક દેશોમાંથી પસાર થશે. તેનાથી ટ્રાન્સપોર્ટ અને રોડ યાત્રાને પણ વધારવા પર ભાર આપી શકાશે
આ પરિયોજનાથી અનેક દેશો સાથે સંબંધ સુધરશે, વ્યપાર વધશે અને એશિયાના બજારમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે
પરિયોજના પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે અને રોડનું કામ ઝડપથી ચાલી રહ્યુ છે
ભારત અને થાઈલેન્ડમાં આ હાઈવેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. મ્યાનમારમાં તેનું કામ બાકી છે વર્ષ 2002માં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ થાઈલેન્ડ અને મ્યાનમારને આ પરિયોજનાનો પ્રસ્તાવ આપ્યો હતો
કોલકાતા-બેંકોક હાઈવેની કુલ લંબાઈ 1360 કિલોમીટર છે તેનો સૌથી વધારે ભાગ ભારતમાં પડે છે. થાઈલેન્ડમાં તેનો સૌથી ઓછો ભાગ છે
આ હાઈવે કોલકાતાથી શરૂ થઈ ઉત્તરમાં સિલીગુડી જાય છે આગળ આ કૂચબિહાર થઈ બંગાળથી શ્રીરામપુર સીમાના માધ્યમથી આસામમાં પ્રવેશ કરશે
ત્યાર બાદ દીમાપુરથી નાગાલેન્ડમાં પ્રવેશ કરશે, રાજમાર્ગ મણિપુરન ઈમ્ફાલ પાસે મોરેહ નામના સ્થળે મ્યાનમારમાં પ્રવેશ કરશે
ત્યાર બાદ મ્યાનમારના માંડલે, નૈપ્યીડો, બોગો, યંગૂન અને મ્યાવાડી શહેરથી થઈ મેઈ સોટના માધ્યમથી થાઈલેન્ડમાં પ્રવેશ કરશે
બાળપણમાં કેવા દેખાતા હતા યોગી આદિત્યનાથ ? જુઓ ભારતીય CMના AI અવતાર