IIT કાનપુર ઇન્ક્યુબેટેડ કંપનીએ ઘઉંના નેનો પાર્ટિકલ સીડ બનાવ્યા 

ઘઉંની નવી જાત

આ એક એવું બીજ છે, જેમાં પાણીનો વપરાશ 33 ટકા ઘટશે 

એલસીબી કંપનીએ હાલમાં જ ઘઉંના બિયારણ પર પ્રયોગ કર્યો છે, જે સફળ રહ્યો છે

ઘઉં પર કોટેડ પોલિમર 268 ગણું વધુ પાણી શોષી લે છે અને 35 દિવસ સુધી ચાલે છે

આ પછી ધીમે ધીમે પાણી છોડે છે. આ ઉપરાંત જીવંત બેક્ટેરિયાનું કોમ્બિનેશન પણ આપવામાં આવે છે

તેની મદદથી, તે ખાતર બનાવશે અને વારંવાર ખાતર આપનવાની જરૂર રહેશે નહીં

ખાતરમાં ઓર્ગેનિક નેનો કણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 78 ડિગ્રી તાપમાનમાં પણ બેક્ટેરિયાને જીવંત રાખે છે

આ બિયારણનો ઉપયોગ કરવાથી ઉપજમાં 15 ટકાનો વધારો, અને ખર્ચમાં 48 ટકાનો ઘટાડો થાય છે

ઘઉંનો પાક 120-150 દિવસમાં તૈયાર થાય છે. તેને ત્રણથી ચાર સિંચાઈની જરૂર પડે છે. તે માત્ર બે સિંચાઈમાં પણ થઈ શકે છે