ભારતના આ રેલવે સ્ટેશનનું નામ સૌથી નાનું

06 July, 2025

ભારતીય રેલવે વિશે ઘણી બધી વાતો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે આપણે આવી જ એક રસપ્રદ માહિતી જણાવવા જઈ રહ્યા છીએ.

શું તમે જાણો છો કે ભારતના કયા રેલ્વે સ્ટેશનનું નામ સૌથી નાનું છે.

જે લોકો ભારતના સૌથી નાના નામ વાળ રેલવે સ્ટેશનથી પરિચિત નથી તેઓ ચોક્કસપણે આ નામથી આશ્ચર્યચકિત થશે. કારણ કે આ રેલવે સ્ટેશનના નામમાં ફક્ત 2 અક્ષરો છે.

ભારતનું સૌથી નાનું રેલવે સ્ટેશન ઓડિશામાં છે અને તે સ્ટેશનનું નામ IB છે.

આ રેલવે સ્ટેશનનું નામ અંગ્રેજીમાં ફક્ત IB લખાયેલું છે.

જેમ રેલવે સ્ટેશનનું નામ ટૂંકું છે, તેમ આ સ્ટેશન પણ નાનું છે. અહીં ફક્ત બે પ્લેટફોર્મ છે.

આ રેલવે સ્ટેશન 1891 માં બનાવવામાં આવ્યું હતું.

આ રેલવે સ્ટેશનનું નામ IB રાખવામાં આવ્યું હતું કારણ કે તે IB નદીની નજીક બનાવવામાં આવ્યું હતું.

આ રેલવે સ્ટેશન સમુદ્ર સપાટીથી 270 મીટરની ઊંચાઈ પર સ્થિત છે.

ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં આવેલું, સ્ટેશન ભારતીય રેલવેના બિલાસપુર વિભાગનો એક ભાગ છે.