ગૂગલ કેલેન્ડર જુલાઈ 2009માં રજુ કરવામાં આવ્યુ છે આ ટાઈમ મેનેજમેન્ટ અને શેડ્યુલિંગ કેલેન્ડર સર્વિસ છે

તેને વેબ સાથે Android અને iOS ડિવાઈસમાં પણ ઉપયોગ કરી શકાય છે તેની મદદથી યુઝર્સ આગામી ઈવેન્ટ બનાવી અને એડિટ કરી શકે છે

ગૂગલ કેલેન્ડરને શેર કરવા માટે પીસી કે લેપટોપમાં ગૂગલ કેલેન્ડર ઓપન કરો હવે માય કેલેન્ડર્સ સેક્શનમાં જાઓ અને જે પણ કેલેન્ડર શેર કરવા માગો છો તે સિલેક્ટ કરો

More પર ક્લિક કરો, ત્યાર બાદ સેટિંગ અને શેયરિંગ પર ક્લિક કરો ખાસ લોકો સાથે શેર કરોના ઓપ્શનમાં લોકોને એડ કરવા ક્લિક કરો

હવે વ્યક્તિ અથવા ગૂગલના ઈમેલ એડ્રેસ એડ કરો, પરમીશન સેટિંગ માટે ડ્રોપ-ડાઉન મેનુનો ઉપયોગ કરો

હવે સેન્ડ પર ક્લિક કરો, હવે રિસીવ કરનારે કેલેન્ડરને પોતાના લિસ્ટમાં જોડવા માટે ઈમેલ કરેલી લિંક પર ક્લિક કરવુ પડશે

ધ્યાન રાખો કે Google કેલેન્ડર એપથી કેલેન્ડર શેર કરી શકાતુ નથી, આ સુવિધા હાલ વેબ યુઝર્સ માટે જ છે

દુનિયાના એવા 5 દેશ જ્યાં નથી એક પણ એરપોર્ટ, જાણો કારણ