આ રીતે જાણો તમારા ફોનમાં સ્પાઈવેર એપ છે કે નહીં

હંમેશા જ્યારે આપણે કોઈ ફિલ્મના ગીતને ડાઉનલોડ કરવા માટે પાયરેટેડ વેબસાઈટ પર જઈએ છીએ તે દરમિયાન અનેક લીંક્સ ઓટોમેટીક તમારા બ્રાઉઝરમાં ખુલવા લાગે છે

આ કારણે સ્માર્ટફોનમાં સ્પાઈવેર એપ આવવાનો જોખમ વધી જાય છે

આ સિવાય બિન જરૂરી લીંક્સ ઓપન કરવા પર પણ સ્પાઈ એપ તમારા ફોનમાં ઈન્સ્ટોલ થઈ શકે છે

જો તમારા ફોનમાં સ્પાઈવેર એપ ઈન્સ્ટોલ થઈ ગઈ છે તો આ સ્થિતિમાં તમારા ફોનની બેટરી જલ્દી ખાલી થવા લાગશે

ફોન વગર કારણે ગરમ થવા લાગે આ સિવાય મોબાઈલમાં અનેક બિન જરૂરી ગતિવિધિ પણ તમને જોવા મળશે

જો તમને ફોનમાં આ સંકેત જોવા મળે તો એનો મતલબ તમારા ફોનમાં સ્પાઈવેર એપ છે