ગુસ્સો આવે તો શું કરવું ? કથાકાર જયા કિશોરીએ જણાવ્યો રસ્તો

03 ફેબ્રુઆરી, 2025

આપણને અનેક વાર કોઈની વાતો થી, કે કોઈ ના વ્યવહાર થી ગુસ્સો આવતો હોય છે.

પરંતુ આપણાથી ગુસ્સો કાબુમાં રહેતો નથી. જેને કારણે અનેક નુકશાન થાય છે.

જયા કિશોરીએ કહ્યું, ગુસ્સાને કાબુમાં રાખવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે મૌન રહેવું.

ઘણી વાર લોકો કહે છે કે જે લોકો ગુસ્સામાં જવાબ નથી આપતા અને ચૂપ રહે છે, તેમને કોઈ ફરક પડતો નથી.

કિશોરીએ કહ્યું ના, તે મને સૌથી વધુ અસર કરે છે અને મને લાગે છે કે મારે પાંચ વર્ષનો સંબંધ પાંચ મિનિટના ગુસ્સામાં ન બગાડવો જોઈએ એટલે હું ચૂપ રહું છું.

જયા કિશોરીએ કહ્યું કે, સંબંધના બગડે એટલા માટે ચૂપ રહો, વાત પણ ના કરો. કોઈ ગમે તે કહે.

આપણે જ્યાં સુધી આપણું મન ઠંડુ ન થાય ત્યાં સુધી વાત નહીં કરીએ.

જો આપણે આમ કરવામાં સફળ રહ્યા તો સમજવું કે આપણે જીતી ગયા.