સોશિયલ મીડિયા પર એક અંડરગ્રાઉન્ડ હોટલના ફોટો વાયરલ થઈ રહ્યા છે જેને દુનિયાની સૌથી ઊંડાણમાં બનેલી હોટલ કહેવામાં આવી રહી છે.

આ હોટલ ધરતીની 1375 ફુટ નીચે બનાવવામાં આવી છે. જેમાં ગેસ્ટના રોકાવવાં માટે અનેક રુમો છે

ધ ડીપ સ્લીપ હોટલ નોર્થ વેલ્સના સ્નોડોનિયાના પહાડોની નીચે એક ખીણમાં બનાવવામાં આવી છે. અહીં ટ્રેકિંગ કરીને પહોચવાનું હોય છે.

અહીં આવનાર લોકોને હેલ્મેટ, લાઈટ , બુટ અને સેફ્ટી સામગ્રી પુરી પાડવામાં આવે છે. જે બાદ કોઈ એક એક્સપર્ટ તમને હોટલ તરફ લઈ જાય છે.

કંપનીની વેબસાઈટ મુજબ અહીં બે લોકોના એક નાઈટ રોકાવવા માટે 36,000નો ચાર્જ છે. જ્યારે ગ્રૉટોમાં ડબલનો ખર્ચ 56, 577 રુપિયા છે.

ચા, પાણી, નાસ્તાનો ખર્ચ સામેલ છે. ભોજનમાં મહેમાનો માટે વેજ અને નોન-વેજ બંને વિકલ્પો ઉપલબ્ધ છે.

હોટલ ચલાવતી કંપની GO BELOWએ એપ્રિલ 2023માં આ હોટલ શરુ કરી હતી જે લોકોને એક અલગ જ એક્સપીરિયંસ કરાવી રહી છે.

ફોટોમાં જોઈ શકાય છે કે કેવી રીતે લોકો દોરીના સહારે પહાડો પાર કરીને હોટલ સુધી પહોચે છે.

Knowledge : હોટલમાં સફેદ બેડશીટ કેમ પાથરવામાં આવે છે? આ છે મુખ્ય કારણ