હોન્ડાની કાર થઈ સસ્તી

10 સપ્ટેમ્બર, 2025

Honda Cars India એ જાહેરાત કરી કે GST સુધારા 2025 નો સંપૂર્ણ લાભ ગ્રાહકોને મળશે.

કંપનીએ સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે કાર ખરીદવી હવે વધુ સરળ બનશે.

તહેવારોની સિઝનમાં વેચાણ વધારવા માટે હોન્ડા તમામ મોડેલ્સ પર આકર્ષક ઑફર્સ આપી રહી છે.

GST બાદ Honda Amaze 72,800 થી 95,500 રૂપિયા સુધી સસ્તી થઈ.

Honda Elevate ની કિંમત 58,400 રૂપિયા ઓછી થઈ જ્યારે Honda City 57,500 રૂપિયા સુધી સસ્તી થઈ.

નવી Elevate હવે આઇવરી ઇન્ટિરિયર, 360-ડિગ્રી કેમેરા અને એમ્બિયન્ટ લાઇટિંગ જેવા ફીચર્સ સાથે મળે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, Honda Elevate Hybrid 2026 ના તહેવારોમાં લોન્ચ થશે.