05 August 2025

આ 4 લોકોએ ભૂલથી પણ દૂધની સાથે કેળું ન ખાવું જોઈએ

મોટાભાગના લોકો વજન વધારવા માટે અથવા તો વજન ઘટાડવા માટે દૂધ અને કેળાનું સેવન કરે છે. 

દૂધ અને કેળાનું સેવન

દૂધ અને કેળું આમ તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે પરંતુ કેટલાંક લોકોને આનાથી નુકસાન પણ થઈ શકે છે. 

નુકસાન થઈ શકે છે

જે લોકોની પાચનશક્તિ નબળી હોય અથવા તો પાચન સંબંધિત કોઈ સમસ્યા હોય તેવા લોકોએ દૂધ અને કેળાનું સેવન કરવું ન જોઈએ.

પાચન સંબંધિત સમસ્યા

અસ્થમાથી પીડિત દર્દીઓએ દૂધ અને કેળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ. આનાથી કફ અને ઉધરસને લગતી સમસ્યા થઈ શકે છે.

અસ્થમાના દર્દી 

કેટલાંક લોકોને દૂધ અને કેળું બંને ખાવાથી એલર્જી થાય છે. આનાથી ફોલ્લીઓ, ખંજવાળ અને સ્કિનને લગતી સમસ્યા વધી શકે છે. 

એલર્જી

જે લોકોને સાઇનસની બીમારી હોય તેઓએ પણ દૂધ અને કેળાનું સેવન ન કરવું જોઈએ. આ બંને વસ્તુઓ સાઇનસની બીમારીને વધુ ટ્રિગર કરે છે.

સાઇનસના દર્દી 

જણાવી દઈએ કે, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. આ લેખ ફક્ત તમારી જાણકારી માટે આપવામાં આવેલ છે.