06 August 2025
ખાલી પેટ દૂધની સાથે 'વાસી રોટલી' ખાવાના ફાયદા
સામાન્ય રીતે, મોટાભાગના ઘરોમાં જ્યારે રોટલી બનાવવામાં આવે છે ત્યારે એકાદ-બે રોટલી તો બચી જ જાય છે.
રોટલી
એવામાં જો બચેલી રોટલી તમે સવારે ફેંકી દો છો, તો આવી ભૂલ હવે ના કરતા.
આવી ભૂલ ના કરતા
સવારે જો તમે દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે.
વાસી રોટલી
દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવામાં આવે તો એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.
એસિડિટી
ડાયાબિટીસના દર્દીઓએ દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ. આનાથી સુગર લેવલ વધતું નથી.
સુગર લેવલ
દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરવામાં આવે તો કબજિયાતથી છુટકારો મળે છે. આમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે પાચનક્રિયામાં સુધારો કરે છે.
કબજિયાત
સવારે ખાલી પેટ દૂધ અને વાસી રોટલીનું સેવન કરવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહેશે. આનાથી તમને ભૂખ વધુ નથી લાગતી અને ઓવરઇટિંગથી પણ બચી જવાય છે.
ઓવરઇટિંગ
દૂધમાં કેલ્શિયમ હોય છે અને રોટલીમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે. એવામાં જો આ બંનેનું સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે.
ઓવરઇટિંગ
જણાવી દઈએ કે, તમારા આહારમાં કોઈપણ ફેરફાર કરતાં પહેલા ડૉક્ટરની સલાહ અવશ્ય લો. આ લેખ ફક્ત તમારી જાણકારી માટે આપવામાં આવેલ છે.