તમારી દવા ચાલતી હોય તો ચા પીવાય ?

09 ફેબ્રુઆરી, 2025

હાલના સમયમાં દરેક લોકો નાની થી નાની બીમારી દવાઓ દ્વારા સારી કરે છે. એ પછી આયુર્વેદિક, હોમિયોપેથી કે એલોપથી કોઈ પણ પ્રકારની હોય શકે છે.

હોમિયોપેથિક દવાઓ જીભ દ્વારા શોષાય છે, તેથી ચા, કોફી અને મસાલેદાર ખોરાક ટાળવાની સલાહ આપવામાં આવે છે.

ચામાં રહેલું કેફીન દવાની અસરકારકતા ઘટાડી શકે છે.

ખાસ કરીને, બ્લેક ટી અને કોફી ટાળવી જોઈએ. દૂધ સાથે હળવી ચા મર્યાદિત માત્રામાં પી શકાય છે.

હોમિયોપેથિક ડૉક્ટરની સલાહ મુજબ જ ચા પીવો. દવા લેતા પહેલા અને પછી 30-40 મિનિટ ચા ન પીવી વધુ સારું છે.

ફુદીનો અને આદુવાળી ચા પણ દવાની અસર ઘટાડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં લીલી ચા અથવા હર્બલ ચા સ્વીકાર્ય હોઈ શકે છે.

જો તમારે ચા પીવી જ પડે, તો દવા લીધાના ઓછામાં ઓછા 1 કલાક પછી પીવો.

સારા પરિણામો માટે હોમિયોપેથિક સારવાર દરમિયાન ચા ટાળવી વધુ સારું છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી.