સૌ કોઈ માટે સંજીવની સમાન છે ગુવાર શીંગ, પેટ સહિત કોલેસ્ટ્રોલની સમસ્યાઓ કરી દેશે છુમંતર
15 March, 2024
Image - Socialmedia
ગુવારની શીંગોને ક્લસ્ટર બીન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુવારની શીંગ એક એવું શાક છે જેમાં ઔષધીય ગુણો છે.
Image -Social media
ગુવારની શીંગોમાં પ્રોટીન, વિટામિન K, C, A, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ અને દ્રાવ્ય ફાયબર હોય છે.
Image -Social media
ગુવારની શીંગો ખાવાથી આપણા શરીરને અનેક ખતરનાક રોગોથી બચાવી શકાય છે. ચાલો જાણીએ આ શાકભાજીના ફાયદા
Image -Social media
જે લોકોને કબજિયાત, પેટમાં દુ:ખાવો, પેટ ફૂલવું જેવી સમસ્યા હોય, તેમણે પોતાના આહારમાં ગુવારની શીંગો અવશ્ય સામેલ કરવી જોઈએ.
Image -Social media
ડાયેટિશિયનના મતે ગુવાર શીંગમાં સારી માત્રામાં આયર્ન જોવા મળે છે. તેનું મર્યાદિત માત્રામાં સેવન કરવાથી એનિમિયાને રોકવામાં મદદ મળે છે
Image -Social media
ગુવાર શીંગ કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે.જેમાં હાજર ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાંને મજબૂત બનાવે છે.
Image -Social media
ગુવાર શીંગોનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો છે. તેમાં રહેલ ટેનીન અને ફ્લેવોનોઈડ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરે છે.
Image -Social media
મોટાભાગના લોકોને ખોરાકમાં ગુવારની શીંગો પસંદ નથી હોતી. પરંતુ આ શાક ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે એકદમ હેલ્ધી પણ છે.
Image -Social media