ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે

લોકશાહીના અવસર પર મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

 અમિત શાહે મતાધિકારનો ઉપયોગ કર્યો 

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર મતદાન કર્યું

બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન

અમિત શાહે મતદાન પહેલા ટ્વીટ કર્યુ હતુ અને લોકોને મતદાન કરવા માટે અપીલ કરી

 બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે

 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરાશે